તમારો પોતાનો બ્લોગ તમારા પોતાના હાથે બનાવો – 2

મિત્રો.. માફ કરશો,

 

ઘણા દિવસે પાછુ આવવાનુ થયુ. મુળ તો કામ કરવાનુ મન નોતું થાતુ. ધરારથી આજે મન કરી ને લેપટોપ ચાલુ કરી ને લખવા બેસી ગયો, આમ તો મારામાં આળસનો ભંડાર છે, જેની સાબીતી ગમે ત્યારે તમને અહિયાં આ બ્લોગ પર મળી જાતી હશે, એક તો આળસુ ને માથેથી ગુજરાતીનુ અધકચરું જ્ઞાન એટલે લખતા પહેલા જરા વિચાર કરવો પડે કે શું લખવુ ?? મે ઘણી વખત કવિઓ ને લેખકોના ઈન્ટરવ્યુમાં એવો સવાલ જોયો છે કે..ભાઈ તમે લખતા હો ને અચાનક કોઈ આવી ચડે તો શુ પ્રતિભાવ: અને જવાબમાં સૌ પોતપોતાની રીતે કહે પણ જો કોઈ અને આવો સવાલ કરે તો મારો જવાબ આવો હોઈ. ભાઈશ્રી આમતો હુ જ લખતા પહેલા એવુ વિચારતો હોઉ છુ કે કોઈ આવી ચડે તો આજે લખવાનુ માંડી વાળુ ને કાલે લખુ કાં તો રાત્રે લખુ.. ને રાત્રે થાય એવું કે લખવા બેસુ ને છેલ્લે રાત્રીના બે વાગ્યા સુધી કોમ્પ્યુટરમાં કાંઈ આડાઅવળા ધંધા જ કર્યા હોઈ, ને ગુજરાતીની એક લાઈન પણ ના લખી હોય.

તો ચાલો આપણે શરુ કરીએ આપણી આગળની વિધી.. ગયા વખતે આપણે જોયુ કે નવો બ્લોગ કેવી રીતે બનાવવો ને હવે આ વખતે આપણે શીખવાનું છે કે આપણે બ્લોગમાં પોસ્ટીંગ કેવી રીતે કરવું.. તો ચાલો શરુ કરીએ, પહેલા તો તમે ઈન્ટરનેટ બ્રાઉઝર ખોલોને ટાઈપ કરો http://www.wordpress.com એટલે તમને નીચેની સ્ક્રીન જોવા મળશે, આ સ્ક્રીન પહેલા જુવો ને પછી નીચે આપેલ સુચનાઓ પ્રમાણે આગળ વધો.

 Page 1

 વેબસાઈટ ખુલી ગયા પછી, તેમાં જમણી બાજુએ username ના ખાનામાં તમારુ યુઝરનેમ લખો ને નીચે રહેલ  password નાં ખાનાંમાં તમારો ખાનગી પાસવર્ડ નાખો.. આટલુ કર્યા પછી નીચે રહેલ નાનકડા login બટન પર ક્લીક કરો, આમ કરવાથી તમારા નામનુ લોગીન થય જાશે. (જુવો પેજ નં. ૨)

                     


લોગીન થઈ ગયા પછી ફરીથી તમોને એક એવાજ દેખાવનુ પેજ મળશે, આ વખતે જ્યા username હતું ત્યા હવે તમારા બ્લોગનું નામ દેખાશે (જુવો પેજ નં. 3) હવે આ બ્લોગ પર ક્લીક કરવાથી તમોને તમારા બ્લોગનુ મેઇન ડેશબોર્ડ મળશે જ્યાથી તમારા બ્લોગને સંમ્પૂર્ણ રીતે સંચાલીત કરી શકાશે, અથવા તો સાદી ભાષામાં અહિયાથી તમારા આખા બ્લોગનો કંટ્રોલ કરી શકાશે, હવે આ કંટ્રોલ કયા કયા છે ને કેવી રીતે તેનો ઉપયોગ કરવો તે જોઇએ. (ડેશબોર્ડ માટે જુવો પેજ નં. 3)

                

ડેશબોર્ડની મદદ વડે તમે તમારુ તમામ કામ કરી શકશો, પહેલા તો આપણે એ જોઇએ કે તેમાં નવી પોસ્ટ કેવી રીતે નાંખવી, જો નવી પોસ્ટ તમારે ગુજરાતીમાં નાંખવી હોય તો સૌપ્રથમ તમારા કોમ્પુટરમાં ગુજરાતી યુનીકોડનો સપોર્ટ છે કે નહી તે જોય લેવા વિનંતી, જો તમારી ઓપરેટીંગ સિસ્ટમ Windows98, WindowsME or Windows2000 હશે તો તેમા યુનીકોડનો સપોર્ટ નહી મળે, યુનીકોડ સપોર્ટ WindowsXP માં અને તેનાથી ઉપરની OS માં જ મળશે, જ્યારે બાકીની તમામ OS માં યુનીકોડ સપોર્ટ લેવા માટે તમારે Microsoft નો ઇન્ડીક સોફ્ટવેર ડાઉનલોડ કરાવવો પડશે, આ બધુ કર્યા પછી તમારા કોમ્પયુટરમાં તમે ગુજરાતીમાં લખી શકશો, ને જો આવી કોઈ માથાકુટમાં પડવા ન માંગતા હો તો વેબસાઈટ પર યુનીકોડની સ્ક્રિપ્ટ મુકેલી હોય છે ત્યા તમોને એક ગુજરાતી ટાઈપ-પેડ મળશે જેમાં તમારુ તમામ લખાણ તમો લખી ને COPY કરી લો અને વર્ડપ્રેસના તમારા બ્લોગના ડેશબોર્ડમાં આવીને ત્યા PASTE કરી દો .. એટલે વાર્તા પુરી !!!! ચાલો તો હવે જોઇએ નવી પોસ્ટ ક્યા અને કેવી રીતે કરવી. પેજ નં. ૩ માં ડાબી બાજુ ઉપર તરફ લાલ ગોળાકારમાં રહેલ Write a Post માં ક્લીક કરવાથી તમને જે પેજ જોવા મળશે તે વર્ડપ્રેસનુ એડીટર છે જ્યા તમે તમારુ લખાણ, કવિતા કે ગઝલ બહુ અહિયા લખી શકો છો,


Page 4

                     

એડિટર વિશે વધારે માહીતિ માટે પહેલા તો એડીટર કેવુ હોય તે સમજી લો, તેનો દેખાવ નીચે દર્શાવેલ છે, એડીટરમાં તમે ગુજરાતીમાં લખી શકશો, આગળ કહ્યુ તેમ જો તમારા કોમ્પ્યુટરમાં યુનીકોડ સપોર્ટ ન હોય તો કોઈ ટાઇપપેડ માં લખીને ત્યાથી COPY કરીને અહિયા આ એડીટર માં PASTE કરી દો, અને ઉપર તેને જે મથાળુ (ટાઈટલ) આપવુ હોય તે આપી દો.

હવે પેજ નં. ૪ માં નીચે જુવો ત્યા રહેલ publish બટન પર ક્લીક કરો એટલે તમારુ કામ થઈ ગયુ.. અભિનંદન !!! તમારી પોસ્ટ તમારા બ્લોગ પર આવી ગઈ.

મજા આવી ગઇ ને ! ચાલો ત્યારે બાકીની વાત બીજા લેખમાં કેમ કે અત્યારે તો રાત્રીના ૩:૦૦ થવા આવ્યા છે ને મને પણ થોડી થોડી ઊંઘ આવે છે…  હવે પછીના લેખમાં આપણે બ્લોગની કઈ રીતે સાર-સંભાળ લેવી તે જોઈશું

 

  

તમારો પોતાનો બ્લોગ તમારા પોતાના હાથે બનાવો

ઘણા સમયથી મને એક વાત પુછવામાં આવતી હતી, કે ભાઈ આ બ્લોગ કેમ બનાવવો.. ને એમાં પોસ્ટીંગ કઈ રીતે કરવુ ?? તો લો હવે તમને આજે એ શીખવાડી દૌ કે તમારો પોતાનો બ્લોગ કઈ રીતે બનાવવો… સૌ-પ્રથમ તો તમારે www.wordpress.com/signup પર જવાનુ ત્યાં તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ મળશે જેમાં તમારે તમારા બ્લોગનુ નામ અને તમારૂ ઈમેલ એડ્રસ આપીને બતાવેલ લાલ {Next} નીશાની પર ક્લીક કરો.

Page1

ત્યાર પછી પેજ 2 તમને મળશે તેમા તમારે તમારા બ્લોગનુ ટાઈટલ આપવાનુ અને કઈ ભાષામાં બ્લોગ બનાવવો છે તે ભાષા સિલેક્ટ કરવાની ને અને Signup ઉપર ક્લીક કરવાનુ,

 Page 2

Page 2 

Page 3 

Page 3

ત્રીજા પેજ પર તમારે તમારી ખાનગી માહિતી આપવાની જેમ કે તમારુ નામ અને તમારા વિશે કાંઈક (ખોટી આપો તો પણ ચાલશે.. પણ આગળ જતા તકલીફ તમને જ પડશે). અને નીચે રહેલા Save Profile  પર ક્લીક કરો એટ્લે થઈ ગયો તમારો બ્લોગ તૈયાર.

હવે તમે જે રજીસ્ટ્રેશન વખતે ઈમેલ એડ્રસ આપેલુ ત્યા જઈને inbox  ચેક કરો.. ત્યા તમને wordpress.com નો એક ઈમેલ મળશે જેમા તમાર બ્લોગની confirmation link હશે.. તેના પર ક્લીક કરીને તમારો બ્લોગ wordpress.com પાસે એકટિવ કરાવો.. બસ… હવે તમારે શીખવાનું છે કે પોસ્ટીંગ કઈ રીતે કરવા ?? કેટેગરી કઇ રીતે બનાવવી ? એ પણ બહુ જ સહેલુ છે.. તમે જરા પણ મુંઝાતા નહી.. હુ તમારી સાથે જ છુ.. ગમે ત્યારે.. ગમે ત્યા …. પણ આજે નહી કહુ.. મોડુ થાય છે.. મારો શ્રવણ મારા માટે સેઝવાન રાઈસ લઈને આવી રહ્યો છે.. મ્મ્મ્મ્મ મ્મ્મ્મ્મ્ એ ખાધા પછી હુ બધુ કઈશ…ત્યા હુંધી મને જાવા દીયો !!!!